નવી દિલ્હી: એક નવા અભ્યાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે. આ અભ્યાસનું માનીએ તો જીવલેણ કોરોના વાયરસ ડિસેમ્બર 2019ની શરૂઆતમાં જ અમેરિકા પહોંચી ગયો હતો. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC) અને અમેરિકન રેડ ક્રોસના એક અભ્યાસ મુજબ કોરોના વાયરસ દેશમાં તે સમય કરતા અનેક અઠવાડિયા પહેલાથી હાજર હતો, જેનું અનુમાન વૈજ્ઞાનિકો અને સ્વાસ્થ્ય અધિકારીઓએ લગાવ્યું છે. એટલું જ નહીં ચીનમાં 31 ડિસેમ્બર 2019માં પહેલા કેસની અધિકૃત પુષ્ટિ થઈ તે પહેલેથી વાયરસ અમેરિકામાં હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખુબ જ સરળતાથી મળતી આ વસ્તુઓ તમને બચાવી શકે છે કોરોના વાયરસથી, ખાસ જાણો 


આ રીતે ખબર પડી
વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ બ્લડ ડોનેશન અંગે કરવામાં આવેલા વિશ્લેષણથી જાણવા મળે છે કે અમેરિકામાં આ વાયરસ 13 ડિસેમ્બર 2019થી ફેલાઈ રહ્યો હતો. હકીકતમાં 13 ડિેસમ્બર અને 17 જાન્યુઆરી વચ્ચે અમેરિકન રેડ ક્રોસ દ્વારા ભેગા કરાયેલા બ્લડ સેમ્પલ્સનો જ્યારે અભ્યાસ કરવામાં આવ્યો તો 9 રાજ્યોના કેટલાક રક્તદાતાઓના કોવિડ-19 એન્ટીબોડી ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેનાથી સંકેત મળે છે કે તેઓ અમેરિકામાં કોવિડ-19 કેસની 20 જાન્યુઆરીએ પુષ્ટિ થતા પહેલા જ વાયરસના સંપર્કમાં આવી ચૂક્યા હતા. 


અત્રે જણાવવાનું કે નવા કોરોના વાયરસનો પ્રકોપ ડિસેમ્બરમાં ચીનના વુહાનથી શરૂ થયો હતો. ત્યારબાદ તે આખી દુનિયામાં ફેલાઈ ગયો અને તેના કારણે કરોડો લોકો સંક્રમિત થયા અને લાખો લોકોના મોત થયા. 


Corona Update: દેશમાં કોરોનાની સ્થિતિ અને લેટેસ્ટ અપડેટ જાણવા કરો ક્લિક 


અમેરિકામાં ક્વોરન્ટાઈન પીરિયડ ઓછો થયો
આ બધા વચ્ચે યુએસ સેન્ટર ફોર ડિસીઝ સંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC)એ કોવિડ-19 પોઝિટિવ વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા બાદ ક્વોરન્ટાઈન પીરિયડ ઓછો કર્યો છે. અપડેટ કરાયેલા દિશા નિર્દેશ મુજબ કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોએ હવે 10 દિવસ જ ક્વોરન્ટાઈન રહેવું પડશે. ઉપરથી જો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ ઉપલબ્ધ કરાવો તો તેઓ 7 દિવસમાં ક્વોરન્ટાઈન ખતમ કરી શકે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube